Corona Update: કોરોનાના કુલ કેસ 72 લાખને પાર, Reinfection અંગે ચોંકાવનારી વાત સામે આવી
કોરોનાના કેસ (Corona Virus Cases in India) માં આજે પાછો વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona) ના 63,509 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 72,39,390 પર પહોંચ્યો છે.આ ઉપરાંત દેશની સૌથી મોટી મેડિકલ શોધ સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એ વાતની પુષ્ટિ કરી છે કે એકવાર કોરોનાથી સંક્રમિત થયેલા લોકોને ફરીથી તેનો ચેપ લાગી શકે છે. ICMRએ કહ્યું કે દેશમાં આવા ત્રણ કેસ જોવા મળ્યા છે જેમને કહી શકાય છે કે તે વ્યક્તિઓને ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાંથી બે કેસ મુંબઈમાં અને એક કેસ અમદાવાદમાં છે.
નવી દિલ્હી: કોરોનાના કેસ (Corona Virus Cases in India) માં આજે પાછો વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona) ના 63,509 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 72,39,390 પર પહોંચ્યો છે.આ ઉપરાંત દેશની સૌથી મોટી મેડિકલ શોધ સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એ વાતની પુષ્ટિ કરી છે કે એકવાર કોરોનાથી સંક્રમિત થયેલા લોકોને ફરીથી તેનો ચેપ લાગી શકે છે. ICMRએ કહ્યું કે દેશમાં આવા ત્રણ કેસ જોવા મળ્યા છે જેમને કહી શકાય છે કે તે વ્યક્તિઓને ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાંથી બે કેસ મુંબઈમાં અને એક કેસ અમદાવાદમાં છે.
VIDEO: ગરીબ ડ્રાઈવર પર ગુંડાઓએ કાઢ્યું જોર, ગડદાપાટુ માર મારી બેભાન કર્યો..છતાં મારતા રહ્યા
કોરોનાના કુલ 72,39,390 કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63,509 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 72,39,390 પર પહોંચ્યો છે. જેમાંથી 8,26,876 એક્ટિવ કેસ છે જ્યારે 63,01,928 લોકો સાજા થઈને ઘરે ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 730 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુઆંક 1,10,586 પર પહોંચ્યો છે.
હવે ગાયના ગોબરથી ચીનને 'મરણતોલ ફટકો' મારવાની તૈયારી, જાણો જબરદસ્ત પ્લાનિંગ
તેમણે કહ્યું કે અમને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તરફથી પણ કેટલાક આંકડા મળ્યા છે. આ આંકડાથી જાણવા મળે છે કે દુનિયામાં ફરીથી ચેપ લાગવાના લગભગ બે ડઝન જેટલા કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે અમે ICMRનો ડેટાબેસ ફંફોળી રહ્યા છીએ જેનાથી જાણવા મળે કે શું દેશમાં ફરીથી ચેપ લાગવાના વધુ કેસ સામે આવ્યા છે ખરા? અમે આવા દર્દીઓનો ટેલિફોન દ્વારા સંપર્ક કરી રહ્યા છીએ જેનાથી તેમની પાસેથી વધુ માહિતી ભેગી કરી શકાય.
ભાર્ગવે એમ પણ કહ્યું કે હજુ સુધી ફરીથી સંક્રમણ એટલે કે Reinfection ને WHOએ પરિભાષિત કર્યું નથી. પહેલીવાર સંક્રમણ થયાના 90 દિવસ, 100 દિવસ કે પછી 110 દિવસ બાદ લાગતા ચેપને રિઈન્ફેક્શન કહેવામાં આવશે. તેના પર અંતિમ નિર્ણય લેવાયો નથી જો કે તેમણે કહ્યું કે ભારત સરકારે 100 દિવસનો સમયગાળો નક્કી કર્યો છે. અમારું માનવું છે કે કોઈ પણ વ્યક્તિના શરીરમાં એટલા દિવસ સુધી જ એન્ટીબોડીઝ હોય છે આવામાં કોરોનાથી ઠીક થયાના 100 દિવસ બાદ લાગતા ચેપને રિઈન્ફેક્શનની શ્રેણીમાં રાખી શકાય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube